૨ કાળવૃત્તાંત 24:12 - પવિત્ર બાઈબલ12 રાજા અને યહોયાદા એ રકમ દેવના મંદિરનાં કામ ઉપર દેખરેખ રાખનારા અધિકારીને સોંપી દેતા, તેમણે કડિયાઓ અને સુથારોને મંદિરના જીણોર્દ્ધાર માટે રોક્યા. લોખંડનું અને પિત્તળનું કામ કરનાર કારીગરોને પણ મરામત કરવા માટે રોક્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પછી રાજાએ તથા યહોયાદાએ યહોવાના મંદિરની સેવાનું કામ કરનારાઓને તે આપ્યા. અને યહોવાના મંદિરને સમારવા માટે કડિયા તથા સુતારોને તેઓએ રોજે રાખ્યા. લોઢા તથા પિત્તળના કારીગરોને પણ યહોવાના મંદિરને સમારવા માટે [તેઓએ રાખ્યા.] See the chapterપવિત્ર બાઇબલ C.L.12 રાજા અને યહોયાદા એ રકમમાંથી મંદિરનું સમારકામ કરવાની જવાબદારી જેમના હસ્તક હતી તેમને આપતા અને તેમણે શિલ્પી, સુથારો, લુહારો, કંસારા વગેરે કારીગરોને રોકાયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 રાજાએ તથા યહોયાદાએ ઈશ્વરના ઘરની સેવાનું કામ કરનારાઓને તે આપ્યાં. ઈશ્વરના ઘરને પુનઃસ્થાપિત કરવા માટે કડિયા તથા સુથારોને તેઓએ કામે રાખ્યા અને લોખંડનું તથા પિત્તળનું કામ કરનાર કારીગરોને પણ પુનઃસ્થાપિત કરવા માટે રાખ્યા. See the chapter |