Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 24:11 - પવિત્ર બાઈબલ

11 પેટી ભરાઇ જતી ત્યારે એ પેટી રાજાના અમલદાર આગળ લઇને આવતા, અને જ્યારે તેમને ખાતરી થતી કે, પેટી બરાબર ભરાઇ ગઇ છે, ત્યારે રાજાનો મંત્રી અને મુખ્ય યાજકનો અમલદાર આવીને તે ખાલી કરતાં અને ત્યારબાદ તેને પાછી તેની જગ્યાએ લઇ જતા. રોજ આ પ્રમાણે કરવામાં આવતું અને મોટી રકમ ભેગી થતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 જ્યારે પેટી ભરાતી ત્યારે લેવીઓની મારફતે રાજાની કચેરીમાં તે પેટી લાવવામાં આવતી, ને જ્યારે તેઓ જોતા કે તેંમાં ઘણા પૈસા થયા છે, ત્યારે રાજાનો ચિટનીસ તથા મુખ્ય યાજકનો કારભારી આવીને પેટીને ખાલી કરતા, ને તેને ઉપાડીને તેને સ્થાને પાછી લઈ જતા. રોજ રોજ એ પ્રમાણે કરીને તેઓએ પુષ્કળ પૈસા એકત્ર કર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

11 લેવીઓ દરરોજ એ પેટી તેના સંબંધિત અમલદારો પાસે લઈ જતા. જ્યારે પેટી ભરાઈ જાય ત્યારે રાજાના મંત્રી અને પ્રમુખ યજ્ઞકારના પ્રતિનિધિ પૈસા કાઢી લઈ પેટીને તેના સ્થાને ફરી મૂક્તા. એમ દિનપ્રતિદિન કરીને તેમણે મોટી રકમ ઊભી કરી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જયારે પણ પેટી ભરાઈ જતી ત્યારે લેવીઓની મારફતે તે પેટી રાજાની કચેરીમાં લાવવામાં આવતી અને જયારે પણ તેઓ જોતા કે તેમાં ઘણાં પૈસા જમા થયા છે, ત્યારે રાજાનો પ્રધાન તથા મુખ્ય યાજકનો અધિકારી આવીને તે પેટીને ખાલી કરતા અને તેને ઉપાડીને પાછી તેની જગ્યાએ લઈ જઈને મૂકતા. દરરોજ આ પ્રમાણે કરવામાં આવતું અને તેઓએ પુષ્કળ પૈસા એકત્ર કર્યા.

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 24:11

Follow us:

Advertisements


Advertisements