૨ કાળવૃત્તાંત 23:20 - પવિત્ર બાઈબલ20 ત્યારબાદ રક્ષકદળના નાયકોને, આગળપડતા પુરુષોને, અમલદારોને તથા દેશના બધા લોકોને સાથે લઇને રાજાને મંદિરની બહાર લઇ જવામાં આવ્યો અને પછી યહોવાનાં મંદિરના “ઉપલા દરવાજાથી” રાજમહેલમાં લઇ ગયાને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 શતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકના અધિકારીઓને તથા દેશના સર્વ લોકોને સાથે લઈને તે યહોવાના મંદિરમાંથી રાજાને નીચે લઈ આવ્યો. તેઓ ઉપલે દરવાજે થઈને રાજાના મહેલમાં પાછા આવ્યા, ને રાજાને રાજ્યાસન પર બેસાડ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 રાજાને મંદિરમાંથી મહેલમાં લઈ જવાના સરઘસમાં યહોયાદા સાથે સેનાના શતાધિપતિઓ, લોકોના આગેવાનો અને સર્વ લોકો જોડાયા. તેઓ મુખ્ય પ્રવેશ દ્વારેથી રાજમહેલમાં દાખલ થયા અને રાજા રાજ્યાસન પર બિરાજ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 યહોયાદા પોતાની સાથે શાતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકોના અધિકારીઓને તથા દેશના બધા લોકોને લઈને રાજાને સભાસ્થાનથી નીચે લઈ આવ્યો અને પછી ઈશ્વરના સભાસ્થાનના ‘ઉપલા દરવાજાથી’ તેને રાજમહેલમાં લઈ ગયો અને તેને રાજસિંહાસન ઉપર બેસાડ્યો. See the chapter |