૨ કાળવૃત્તાંત 22:5 - પવિત્ર બાઈબલ5 તેઓની ભૂંડી સલાહ માનીને અહાઝયાએ ઇસ્રાએલના રાજા, યહોરામ સાથે મિત્રતા બાંધી, યહોરામ આહાબનો પુત્ર હતો. અરામના રાજા હઝાએલ સામે તેણે યુદ્ધ જાહેર કર્યુ હતું. અહાઝયા પણ પોતાનું સૈન્ય લઇને આ યુદ્ધમાં સામેલ થવા રામોથ-ગિલયાદ ગયો. યહોરામ આ યુદ્ધમાં ઘાયલ થયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી તે તેઓની શિખામણ માનીને રમોથ-ગિલ્યાદ આગળ અરામના રાજા હઝાએલની સામે યુદ્ધ કરવા ઇઝરાયલના રાજા આહાબના પુત્ર યહોરામની સાથે ગયો. અરામીઓએ યહોરામને ઘાયલ કર્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 તેમની સલાહ માનીને તે ઇઝરાયલના રાજા યોરામના પક્ષે અરામના રાજા હઝાએલની સામે યુદ્ધમાં ગયો. ગિલ્યાદમાંના રામોથ આગળ સૈન્યો ટકરાયાં અને એ લડાઈમાં યોરામ ઘવાયો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અને તે તેઓની ખોટી સલાહ માનતો હતો; રામોથ ગિલ્યાદ તરફ હઝાએલની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તે ઇઝરાયલના રાજા, આહાબના દીકરા યોરામ સાથે ગયો. અરામીઓએ યોરામને ઘાયલ કર્યો. See the chapter |