Online Bible

- Advertisements -




૨ કાળવૃત્તાંત 20:17 - પવિત્ર બાઈબલ

17 તમારે લડવાની જરુર નહિ પડે. તમે મક્કમપણે ઊભા રહેજો અને જોયા કરજો કે યહોવા તમને શી રીતે બચાવી લે છે. હે યહૂદા અને યરૂશાલેમ, ગભરાશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જાઓ, યહોવા તમારે પક્ષે છે.’”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 આ [લડાઈ] માં તમારે યુંદ્ધ કરવું નહિ પડે. હે યહૂદિયાના તથા યરુશાલેમ [ના લોકો] સ્થિર થઇને ઊભા રહો, અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ, બીશો નહિ. તેમ ગભરાશો પણ નહિ; કાલે નીકળીને તેઓની સામે જાઓ; યહોવા તમારી સાથે છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

17 તમારે આ લડાઈ લડવી પડશે નહિ; માટે હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, તમે અડીખમ રહેજો, અને પ્રભુ તમને કેવો વિજય પમાડે છે તે જો જો. નાસીપાસ થશો નહિ કે ગભરાશો નહિ; પણ લડાઈ કરવા નીકળી પડો; કારણ, પ્રભુ તમારી સાથે છે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 આ યુદ્ધમાં તમારે લડવાની જરૂર નથી. હે યહૂદિયા અને યરુશાલેમના લોકો તમે તમારા સ્થાને જ ઊભા રહેજો અને જોજો કે ઈશ્વર તમને કઈ રીતે બચાવી લે છે. ગભરાશો નહિ કે નાહિંમત થશો નહિ. આવતીકાલે તેમનો સામનો કરવા બહાર જજો, ઈશ્વર તમારી સાથે છે.’”

See the chapter Copy




૨ કાળવૃત્તાંત 20:17

Follow us:

Advertisements


Advertisements