૨ કાળવૃત્તાંત 14:7 - પવિત્ર બાઈબલ7 તેણે યહૂદાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ શહેરો નવેસરથી બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ અને તેના બુરજો અને ભૂંગળોવાળા દરવાજા મૂકીએ, આ ભૂમિ હજી આપણી છે, કારણ, આપણે આપણા દેવ યહોવાની સેવાપૂજા કરીએ છીએ અને તેણે આપણા ઉપર દયા કરી, આપણને બધી બાજુએથી શાંતિ અને સલામતી આપી છે.” આથી તેમણે નગરો બાંધવા માંડ્યાં અને એ કામ સફળતાપૂર્વક પાર ઉતાર્યુ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેણે યહૂદાને કહ્યું, “આપણે આ નગરો બાંધીએ, ને તેઓની આસપાસ કોટ, બુરજો, દરવાજા તથા ભૂંગળો બાંધીએ. હજી દેશમાં આપણને કોઈની નડતર નથી, કેમ કે આપણે આપણા ઈશ્વર યહોવાની ઉપાસના કરી છે, તેથી; તેમણે આપણને ચારે તરફ શાંતિ આપી છે.” એ પ્રમાણે તેઓએ બાંધકામ કર્યા ને આબાદ થયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.7 તેણે યહૂદિયાના લોકોને કહ્યું, “ચાલો, આપણે દીવાલો, બુરજ અને ભાગળોવાળા દરવાજા બનાવી નગરોને કિલ્લેબંધીવાળાં બનાવીએ. આપણે આપણા ઈશ્વર પ્રભુની સેવાભક્તિ કરતા હોઈ દેશ પર આપણું નિયંત્રણ છે. તેમણે આપણું રક્ષણ કરીને ચારે બાજુ સલામતી બક્ષી છે.” એમ તેઓએ બાંધકામ કર્યું અને આબાદ થયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આસાએ યહૂદિયાના લોકોને કહ્યું, “ચાલો, આપણે આ નગરો બાંધીએ, તેમની ફરતે કોટ કરીએ. બુરજો, દરવાજા અને ભૂંગળો બાંધીએ; આ દેશ હજી પણ આપણો છે, કારણ કે, આપણે આપણા ઈશ્વરની પાસે માગ્યો છે. તેમણે આપણને ચારે બાજુએથી શાંતિ આપી છે.” તેથી તેમણે નગરો બાંધવા માંડ્યાં તેમાં તેઓ સફળ થયા. See the chapter |