૨ કાળવૃત્તાંત 14:1 - પવિત્ર બાઈબલ1 એ પછી અબિયા પિતૃલોકને પામ્યો, અને તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર આસા યહૂદિયાનો રાજા બન્યો. તેના શાસનકાળના પ્રથમ દશ વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 એ પછી અબિયા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, તેને દાઉદનગરમાં દાટવામાં આવ્યો, ને તેને સ્થાને તેનો પુત્ર આસા રાજા થયો. તેની કારકિર્દીમાં દશ વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 અબિયા રાજા મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં તેના પૂર્વજો સાથે રાજવી કબરોમાં દફનાવ્યો. તેનો પુત્ર આસા તેના પછી રાજા થયો, અને આસાના રાજ્ય અમલમાં દેશે દશ વર્ષ શાંતિ ભોગવી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પછી અબિયા તેના પિતૃઓની જેમ ઊંઘી ગયો. તેને દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આસા ગાદીનશીન થયો. યહૂદિયાના રાજા આસાના શાસનકાળના દસ વર્ષ દરમિયાન દેશમાં શાંતિ હતી. See the chapter |