૨ કાળવૃત્તાંત 13:11 - પવિત્ર બાઈબલ11 તેઓ રોજ સવારે તથા સાંજે દહનાર્પણો અને સુવાસિત ધૂપનું દહન કરે છે અને પવિત્ર મેજ ઉપર પ્રદશિર્ત કરવા માટેની રોટલી મૂકે છે. દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવાઓ પ્રગટાવે છે. કારણકે યહોવા અમારા દેવની આજ્ઞાઓને અનુસરવા અમે કાળજી રાખીએ છીએ; પણ તમે તો તેમને તજી દીધા છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓ દર સવારે તથા સાંજે યહોવાની આગળ દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. અર્પિત રોટલી પણ પવિત્ર મેજ પર [તેઓ ગોઠવે છે] , અને દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષના દીવા પણ સળગાવે છે. અમે તો અમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ; પણ તમે તેને તજી દીધા છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.11 દરરોજ સવારસાંજ તેમને સુવાસિત ધૂપ ચડાવાય છે અને પૂર્ણ દહનબલિ થાય છે. પવિત્ર મેજ પર તેઓ અર્પિત રોટલી પણ ગોઠવે છે. રોજ સાંજે તેઓ સોનાની દીવીઓ પરના દીવા પેટાવે છે. અમે તો અમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ, પણ તમે તેમનો ત્યાગ કર્યો છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓ રોજ સવારે તથા સાંજે ઈશ્વરને માટે દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. તેઓ અર્પિત રોટલી પણ શુદ્ધ મેજ પર ગોઠવે છે; દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવા પણ સળગાવે છે. અમે તો અમારા પ્રભુ, ઈશ્વરની આજ્ઞાઓ પાળીએ છીએ, પણ તમે તો તેમને તજી દીધા છે. See the chapter |