૨ કાળવૃત્તાંત 12:9 - પવિત્ર બાઈબલ9 મિસરના રાજા શીશાકે યરૂશાલેમ ઉપર ચઢાઇ કરી અને તે યહોવાના મંદિરમાં તથા રાજમહેલના બધા ભંડાર લૂંટી ગયો. તે સુલેમાને બનાવડાવેલી સોનાની ઢાલો સહિત બધું જ લઇ ગયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 આ પ્રમાણે મિસરનો રાજા શિશાક યરુશાલેમ પર ચઢી આવ્યો, ને યહોવાના મંદિરનાં ભંડારો તથા રાજાના મહેલના ભંડારો હરી ગયો. ને તમામ હરી ગયો: સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી તે પણ તે લઈ ગયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 શીશાક રાજા યરુશાલેમ આવીને પ્રભુના મંદિરના અને રાજમહેલના ભંડારો લૂંટી ગયો. શલોમોન રાજાએ બનાવડાવેલી સોનાની ઢાલો સહિત તે બધું લઈ ગયો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મિસરના રાજા શિશાકે યરુશાલેમ ઉપર ચઢાઈ કરીને ઈશ્વરના સભાસ્થાનનો ખજાનો તથા રાજાના મહેલનો બધો ખજાનો લૂંટી લીધો. તેણે બધું જ લૂંટી લીધું; સુલેમાને સોનાની જે ઢાલો બનાવી હતી એ પણ તે લઈ ગયો. See the chapter |