૨ કાળવૃત્તાંત 10:18 - પવિત્ર બાઈબલ18 રાજા રહાબઆમે હદોરામને ઇસ્રાએલીઓ પાસે મોકલ્યો હદોરામ વેઠ મજૂરોનો ઉપરી હતો. પરંતુ ઇસ્રાએલીઓએ તેને મારી નાખ્યો. આથી રાજાને રથમા બેસીને યરૂશાલેમ ભાગી જવું પડ્યું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 પછી હદોરામ, જે લશ્કરી વેઠ કરનારાઓનો ઉપરી હતો, તેને જ્યારે રહાબામ રાજાએ મોકલ્યો ત્યારે ઇઝરાયલીઓએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તથી રહાબામ રાજા યરુશાલેમ નાસી જવા માટે ઉતાવળે પોતાના રથ પર ચઢી બેઠો. See the chapterપવિત્ર બાઇબલ C.L.18 પછી રહાબામ રાજાએ વેઠિયાઓ પર દેખરેખ રાખનાર હદોરામને ઇઝરાયલીઓ પાસે મોકલ્યો, પણ તેમણે તેને પથ્થરે મારી નાખ્યો. તેથી રહાબામ પોતાના રથમાં ચઢી જઈને ઉતાવળે યરુશાલેમ આવતો રહ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 પછી રહાબામ રાજાએ હદોરામ, જે મજૂરોનો ઉપરી હતો અને જુલમથી કામ કરાવતો હતો તેને ઇઝરાયલના લોકો પાસે મોકલ્યો, પણ ઇઝરાયલના લોકોએ તેને પથ્થરે મારીને મારી નાખ્યો. તેથી રાજા તેના રથ પર બેસીને ઉતાવળે યરુશાલેમ નાસી ગયો. See the chapter |