૨ કાળવૃત્તાંત 10:16 - પવિત્ર બાઈબલ16 રાજાનું કહ્યું સાંભળ્યા પછી ઇસ્રાએલી લોકોએ રાજા તરફ પીઠ ફેરવી અને ચાલ્યા ગયા. ગુસ્સે થઇને તેણે પોકાર કર્યો, “દાઉદ અને તેના કુટુંબને ભૂલી જાઓ! અમે અન્ય કોઇને અમારો રાજા બનાવીશું, રહાબઆમ ભલે યહૂદાના કુળ પર રાજ કરે, ચાલો આપણે ઘેર જઇએ!” પછી લોકો ચાલ્યા ગયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 સર્વ ઇઝરાયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ છે? યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી. હે ઇઝરાયલ, તમે દરેક પોતપોતાને ઘેર જાઓ. હવે હે દાઉદ, તારું પોતાનું ઘર તું સંભાળી લેજે.” એમ કહીને સર્વ ઇઝરાયલીઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.16 લોકોએ જોયું કે રાજા તેમનું સાંભળતો નથી ત્યારે તેમણે પોકાર કર્યો: “દાવિદ સાથે અમારે શો સંબંધ છે? યિશાઈના વંશજ સાથે અમારો શો લાગભાગ છે? હે ઇઝરાયલીઓ, સૌ પોતપોતાને ઘેર જાઓ! દાવિદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલના લોકોએ બળવો પોકાર્યો અને પોતાને ઘેર ચાલ્યા ગયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જ્યારે આખા ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી ત્યારે લોકોએ તેને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના દીકરામાં અમારો શો વારસો? દરેક જણ પોતપોતાના ઘરે પાછા જાઓ. હે દાઉદ પુત્ર, હવે તારું પોતાનું ઘર તું સંભાળજે.” એવું કહીને તમામ ઇઝરાયલી લોકો પોતપોતાને ઘરે પાછા ગયા. See the chapter |