૨ કાળવૃત્તાંત 1:11 - પવિત્ર બાઈબલ11 દેવે સુલેમાનને કહ્યું, “તારો અભિગમ સારો છે, તેં ધન, સંપત્તિ કે જાહોજલાલી અથવા તારા દુશ્મનોનાં મોત કે પોતાના માટે દીર્ધાયુષ્યની પણ માગણી કરી નથી, પણ તારા પર હું ડહાપણ અને જ્ઞાનની વર્ષા કરીશ, જેથી તું મારા લોકો પર શાશન કરી શકે જેમનો મેં તને રાજા બનાવ્યો છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા અંત:કરણમાં આ હતું, તેં ધન, સંપત્તિ કે ગૌરવ કે તારો દ્વેષ કરનારાઓના જીવ માગ્યા નહિ; પરંતુ મારા જે લોક ઉપર મેં તને રાજા ઠરાવ્યો છે, તેઓનો ન્યાય તું કરી શકે માટે તેં પોતાને માટે ડહાપણ તથા વિવેકબુદ્ધિ માગ્યાં છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.11 ઈશ્વરે શલોમોનને કહ્યું, “તેં તારા મનથી યોગ્ય પસંદગી કરી છે. તેં નથી માગ્યાં ધનદોલત કે કીર્તિ કે નથી માગ્યા તારા શત્રુઓના જીવ! અરે, તેં તારે માટે દીર્ઘાયુષ્ય પણ માગ્યું નથી; પણ જેમના પર મેં તને રાજા બનાવ્યો છે તે મારા લોક પર શાસન કરવા તેં વિવેકબુદ્ધિ અને જ્ઞાન માગ્યાં છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા હૃદયમાં આ મહાન બાબત છે. તેં ધન, સંપત્તિ, આદર અથવા તને જે ધિક્કારે છે તેઓના જીવ, તેમ જ પોતાના માટે લાંબુ આયુષ્ય માગ્યું નહિ; પણ તેં તારા માટે ડહાપણ તથા જ્ઞાન માગ્યું, કે જેથી તું મારા લોકો પર રાજ અને ન્યાય કરી શકે. જો કે એ માટે જ મેં તને રાજા બનાવ્યો છે. See the chapter |