Online Bible

- Advertisements -




1 થેસ્સલોનિકીઓ 3:6 - પવિત્ર બાઈબલ

6 પરંતુ તિમોથી તમારી પાસેથી અમારી પાસે પાછો આવ્યો. તેણે તમારા વિશ્વાસ અને પ્રેમના ખુશકારક સમાચાર અમને જ્ણાવ્યા. તિમોથીએ અમને જ્ણાવ્યું કે તમે હમેશા સારી ભાવનાથી અમારું સ્મરણ કરો છો. તેણે અમને જ્ણાવ્યું કે તમે અમને મળવા અત્યંત આતુર છો. અને અમારી સાથે પણ તેમ જ છે, અમે પણ તમને મળવા અત્યંત ઈચ્છીએ છીએ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો, અને તમારા વિશ્વાસ તથા પ્રેમના ખુશકારક સમાચાર અમને જણાવ્યા, ને [કહ્યું] કે જેમ અમે તમને [જોવાની અભિલાષા રાખીએ છીએ] તેમ તમે પણ અમને જોવાને ઘણા આતુર છો, ને સદા અમારું પ્રેમપૂર્વક સ્મરણ કરો છો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 હવે તિમોથી તમારી મુલાકાત લઈને પાછો આવી ગયો છે અને તમારા પ્રેમ અને વિશ્વાસ સંબંધી સારા સમાચાર લાવ્યો છે. તમે હંમેશાં અમારું ભલું ઇચ્છો છો અને જેમ અમે તમને મળવાની ઇચ્છા રાખીએ છીએ તેમ તમે પણ અમને મળવા આતુર છો એવું તેણે અમને જણાવ્યું છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ હમણાં જ તિમોથી તમારે ત્યાંથી અમારી પાસે આવ્યો અને તમારા વિશ્વાસ તથા પ્રેમની સારી ખબર અમને આપી અને તેણે કહ્યું કે જેમ અમે તમને તેમ તમે પણ અમને જોવાની ઘણી ઇચ્છા રાખો છો, ને સદા અમને યાદ કરો છો.

See the chapter Copy




1 થેસ્સલોનિકીઓ 3:6

Follow us:

Advertisements


Advertisements