1 થેસ્સલોનિકીઓ 2:13 - પવિત્ર બાઈબલ13 જે રીતે, તમે દેવનો સંદેશો સ્વીકાર્યો તે માટે અમે દેવની સતત આભારસ્તુતિ કરીએ છીએ. તમે અમારી પાસેથી તે વચન સાંભળ્યુ, અને તમે તેને માણસોનું નહિ પરંતુ દેવના વચનોની જેમ સ્વીકાર્યુ અને તે ખરેખર દેવનું વચન જ છે. અને જે લોકો તેનામાં વિશ્વાસ રાખે છે તેનામાં તે કાર્યશીલ બને છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન, એટલે ઈશ્વરનું વચન, સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહિ, પણ જેમ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું. એ કારણ માટે અમે ઈશ્વરની આભારસ્તુતિ નિરંતર કરીએ છીએ; તે જ [વચન] તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.13 અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, કારણ, અમે તમારી પાસે ઈશ્વરનો સંદેશો લાવ્યા ત્યારે તમે તેને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સાંભળ્યો અને તેનો સ્વીકાર કર્યો અને હકીક્તમાં તો તે ઈશ્વરનો જ સંદેશો છે. કારણ, તમ વિશ્વાસ કરનારાઓમાં ઈશ્વર કાર્ય કરી રહેલા છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 અમે એટલા માટે ઈશ્વરની ઉપકારસ્તુતિ નિરંતર કરીએ છીએ કે, જયારે તમે અમારી પાસેથી ઈશ્વરનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચનની જેમ નહિ, પણ તે ખરેખર ઈશ્વરનું વચન છે તેમ તમે તેને સ્વીકાર્યું; તે વચન તમો વિશ્વાસીઓમાં કાર્યરત છે. See the chapter |