Online Bible

- Advertisements -




૧ શમુએલ 29:4 - પવિત્ર બાઈબલ

4 પલિસ્તી સેનાપતિઓએ રોષે ભરાઈને કહ્યું, “તમે એને જે શહેર આપ્યું હતું, ત્યાં એને પાછો મોકલો, એને યદ્ધમાં આપણી સાથે આવવા દેતા નહિ. કારણ, યદ્ધ દરમ્યાન એ આપણને કદાચ દગો દે. તે કદાચ તેના પોતાના ધણીને પ્રસન્ન કરવા આપણા મૅંણસોને માંરી નાખે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્‍સે થયા; અને પલિસ્તીઓના સરદારોએ તેને કહ્યું, “આ માણસને પાછો મોકલ કે જે જગા તેં તેને ઠરાવી આપી છે ત્યાં તે જાય, ને એને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો, રખેને યુદ્ધમાં તે આપણો સામાવાળિયો થઈ જાય; કેમ કે પોતાના શેઠનો પ્રેમ પાછો મેળવવા માટે તે શું ન કરે? શું આ માણસોનાં માથાં નહિ આપે?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

4 પણ પલિસ્તીઓના રાજવીઓ આખીશ પર ગુસ્સે થઈ ગયા અને તેમણે તેને કહ્યું, “એ માણસને તેના નગરમાં પાછો મોકલ. તેને આપણી સાથે યુદ્ધમાં આવવા ન દે. કારણ, તે લડાઇ સમયે આપણી વિરુદ્ધનો થઈ જશે. પોતાના માલિકનો પ્રેમ સંપાદન કરવા આપણા માણસોને મારી નાખવા સિવાય તેની પાસે બીજો કયો સારો માર્ગ હોય?

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્સે થયા; તેઓએ તેને કહ્યું, “આ માણસને પાછો મોકલ, જે જગ્યા તેં તેને ઠરાવી આપી છે ત્યાં તે પાછો જાય; તેને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો, રખેને યુદ્ધમાં તે આપણો શત્રુ થાય. કેમ કે તે પોતાના માલિક સાથે સલાહ શાંતિ કરી દે તો? શું તે આપણા માણસોના માથાં નહિ આપે?

See the chapter Copy




૧ શમુએલ 29:4

Follow us:

Advertisements


Advertisements