૧ શમુએલ 22:7 - પવિત્ર બાઈબલ7 તેથી શાઉલે પોતાની આજુબાજુના નોકરોને કહ્યું, “સાંભળો, બિન્યામીનના માંણસો! તમે એમ માંનો છો કે યશાઇનો પુત્ર તમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપવાનો છે? તમે એમ માંનો છો કે એ તમને 1,000 કે 100 સૈનિકના અમલદાર બનાવવાનો છે? See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ત્યારે શાઉલે પોતાની આસપાસ ઊભેલા પોતાના ચાકરોને કહ્યું, “હે બિન્યામીનીઓ, સાંભળો, શું યિશાઈનો દીકરો તમ દરેકને ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ આપશે, શું તે તમ સર્વને સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ બનાવશે કે, See the chapterપવિત્ર બાઇબલ C.L.7 તેણે પોતાના અમલદારોને કહ્યું, “હે બિન્યામીનના માણસો, સાંભળો. શું તમે એમ માનો છો કે યિશાઈનો પુત્ર દાવિદ તમને બધાંને ખેતરો અને દ્રાક્ષવાડીઓ આપશે અને પોતાના લશ્કરમાં સહસ્રાધિપતિ કે શતાધિપતિ બનાવશે? See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 શાઉલે પોતાની આસપાસ ઊભેલા પોતાના ચાકરોને કહ્યું, “બિન્યામીનીઓ, હવે તમે સાંભળો! શું યિશાઈનો દીકરો પ્રત્યેકને ખેતરો તથા દ્રાક્ષવાડીઓ આપશે? શું તે પ્રત્યેકને સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ બનાવશે, See the chapter |