૧ શમુએલ 2:1 - પવિત્ર બાઈબલ1 પછી હાન્નાએ આ મુજબ દેવને પ્રાર્થના કરી: “યહોવા તમે માંરું હૃદય આનંદથી ભરી દીધું છે. હું માંરા દેવમાં બહું વિશ્વાસ કરું છું અને હવે માંરા શત્રુઓને હું જવાબ આપીશ. દેવે મને મદદ કરીને માંરી મુશ્કેલી દૂર કરી છે. એથી હું તમાંરા તારણમાં અતિ આનંદમાં છું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને હાન્નાએ પ્રાર્થના કરતાં કહ્યું, “મારું અંત:કરણ યહોવામાં ઉલ્લાસ કરે છે, મારું શિંગ યહોવામાં ઊંચું કરાયું છે; મારું મુખ મારા શત્રુઓ સામે છૂટું થયું છે; કેમ કે હું તારા તારણમાં હરખાઉં છું. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 હાન્નાએ પ્રાર્થના કરી: “પ્રભુએ મારું હૃદય આનંદથી ભરી દીધું છે, તેમણે મારી પ્રતિષ્ઠા વધારી છે. મારા શત્રુઓ સામે મારું મોં મલક્ય છે; પ્રભુએ મારી મદદ કરી હોવાથી હું આનંદિત છું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હાન્નાએ પ્રાર્થના કરતાં કહ્યું કે, “મારું હૃદય ઈશ્વરમાં આનંદ કરે છે; મારું શિંગ ઈશ્વરમાં ઊંચું કરાયું છે; મારું મુખ મારા શત્રુઓ સામે હિંમતથી બોલે છે, કેમ કે હું તમારા ઉદ્ધારમાં આનંદ કરું છું. See the chapter |