૧ શમુએલ 16:2 - પવિત્ર બાઈબલ2 શમુએલે પૂછયું, “હું કેવી રીતે જાઉં? જો શાઉલને તેની ખબર પડી જાય તો તે મને માંરી નાખશે.” યહોવાએ કહ્યું, “તું તારી સાથે એક વાછરડું લઈ જા, અને તેને કહેજે કે, ‘હું યહોવાને યજ્ઞ અર્પવા આવ્યો છું.’ See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 શમુએલે કહ્યું, “મારાથી કેમ કરીને જવાય? જો શાઉલ તે સાંભળે તો તે મને મારી નાખશે, ” ત્યારે યહોવાએ કહ્યું, “તારી સાથે એક વાછરડી લે, ને હું યહોવાની આગળ યજ્ઞ કરવા આવ્યો છું. એમ કહેજે. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 શમુએલે કહ્યું, “હું એવું કઈ રીતે કરી શકું? શાઉલ એ જાણશે તો મને મારી નાખશે.” પ્રભુએ જવાબ આપ્યો, “તારી સાથે એક વાછરડી લે અને તું પ્રભુને બલિ અર્પવા આવ્યો છે એમ કહેજે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 શમુએલે કહ્યું, “મારાથી કેવી રીતે જવાય? જો શાઉલ જાણી જાય તો તે મને મારી નાખશે.” ઈશ્વરે કહ્યું, “તારી સાથે એક વાછરડી લે અને કહે કે, હું ઈશ્વરના માટે બલિદાન કરવા સારુ આવ્યો છું.’ See the chapter |