૧ કાળવૃત્તાંત 4:41 - પવિત્ર બાઈબલ41 યહૂદિયાના રાજા હિઝિક્યાના સમયમાં આ આગેવાનોએ તે પ્રદેશ પર ચઢાઈ કરી, હામના વંશજોના તંબુઓ અને મકાનોનો નાશ કર્યો, અને તેના વતનીઓને મારી નાખી તેનો કબજો મેળવ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 આ નામવાર ગણાવેલા પુરુષો યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં આવ્યા, ને ત્યાંના રહેવાસીઓના તંબુઓનો નાશ કર્યો. તથા જે મેઉનીમ ત્યાં મળી આવ્યા તેઓનો જળમૂળથી નાશ કર્યો, ને તેઓની જગાએ પોતે રહ્યા, કેમ કે તેઓનાં ટોળાંને માટે ત્યાં ચારો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.41 હિઝકિયા રાજાના સમયમાં ઉપર જણાવેલ લોકો ગેરાર ગયા અને ત્યાં વસતા લોકોના તંબૂ અને ઝૂંપડાં તોડી પાડયાં. તેમણે ત્યાંના રહેવાસીઓને હાંકી કાઢયા અને પોતે ત્યાં કાયમી વસવાટ કર્યો; કારણ, ત્યાં તેમનાં ઘેટાંને માટે પુષ્કળ ઘાસચારો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 આ નામવાર જણાવેલા આગેવાનો, યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો. See the chapter |