Online Bible

- Advertisements -




૧ કાળવૃત્તાંત 29:2 - પવિત્ર બાઈબલ

2 મેં મારી તમામ શકિત અનુસાર મારા દેવના મંદિર માટે તૈયારી રાખી છે. સોનાની વસ્તુઓ માટે, સોનું, ચાંદીની વસ્તુઓ માટે ચાંદી, કાંસાની વસ્તુઓ માટે કાંસા, લોખંડની વસ્તુઓ માટે લોખંડ, લાકડાની વસ્તુઓ માટે લાકડું, બેસાડવા માટે ગોમેદ પથ્થરો, જડાવકામ માટે દરેક જાતનાં રત્નો અને પુષ્કળ પ્રમાણમાં આરસપહાણ તૈયાર રાખ્યો છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હવે મેં મારા સંપૂર્ણ બળથી મારા ઈશ્વરના મંદિરને માટે સોના [ની વસ્તુઓ] ને માટે સોનું, રૂપા [ની વસ્તુઓ] ને માટે રૂપું, પિત્તળ [ની વસ્તુઓ] ને માટે પિત્તળ, લોઢા [ની વસ્તુઓ] ને માટે લોઢું તથા લાકડાં [ની વસ્તુઓ] ને માટે લાક્કડ, તેમ જ ગોમેદ મણિ તથા જડાવકામને માટે તથા ચિત્રવિચિત્ર કામને માટે તરેહ તરેહના રંગનાં, અને સર્વ પ્રકારનાં મૂલ્યવાન જવાહિરો તથા સંગેમરમરના પુસ્કળ પાષાણો તૈયાર કર્યા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

2 મંદિર માટે જે જે વસ્તુઓની જરૂર છે તે પ્રમાણે મેં સોનું, ચાંદી, તાંબુ, લોખંડ, ઈમારતી લાકડું, બેસાડવા માટે ગોમેદમણિ, પીરોજમણિ અને રંગબેરંગી કિંમતી પથ્થરો અને પુષ્કળ આરસપહાણ વગેરે સર્વ સાધનસામગ્રી પુષ્કળ જહેમત ઉઠાવીને તૈયાર રાખેલ છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મેં મારી તમામ શક્તિ અનુસાર મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સોનાની વસ્તુઓ માટે સોનું, રૂપાની વસ્તુઓ માટે ચાંદી, પિતળની વસ્તુઓ માટે પિતળ, લોખંડની વસ્તુઓ માટે લોખંડ એકત્ર કર્યા છે. અને લાકડાની વસ્તુઓ માટે લાકડું, મણિ જડાવકામને સારુ દરેક જાતનાં મૂલ્યવાન જવાહિરો, અકીક તથા સંગેમરમરના પુષ્કળ પાષાણો તૈયાર કરાવ્યાં છે.

See the chapter Copy




૧ કાળવૃત્તાંત 29:2

Follow us:

Advertisements


Advertisements