Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 4:3 - ગામીત નોવો કરાર

3 ઓ હાચ્ચાં મોદાત્યા, આંય તુલબી વિનાંતી કોઅતાહાંવ, કા તું ચ્ચે બાયહેલ એકતામાય લેય યાહાટી મોદાત કોઓ, કાહાકા ચ્યેહેય મા આરે હારી ખોબાર ફેલાવાં, ક્લેમેંસ એને મા બિજા મોદાત્યાહા આરે મેઅનાત કોઅઇ જ્યાહા નાંવે જીવના ચોપડયેમાય લોખલે હેય.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 4:3
28 Cross References  

બાકી ચ્યાહાટી ખુશ મા ઓઅતા કા બુતડે તુમહે આગના માનતેહેં, બાકી તુમહે નાંવે હોરગામાય લોખલે હેતેં, ચ્યાહાટી આનંદ કોઆ.”


યાહાટી ઓ વિસ્વાસી બાહાહાય, પોરમેહેરાય આપહાવોય બોજ દયા કોઅલી હેય, ચ્ચાલ યાદ કોઆડીન આંય તુમહાન વિનાંતી કોઅહુ, કા પોતાના જીવન, પવિત્ર, એને પોરમેહેરાલ પોસંદ પોડે એહેકેન પોરમેહેરાલ બલિદાના રુપામાય સમર્પિત કોઆ, કાહાકા પોરમેહેરા ભક્તિ કોઅના ઓજ હાચ્ચો તરીકો હેય.


ત્રુફેનાબેન એને ત્રુફોસાબેન જ્યેય પ્રભુમાંય બોજ મેઅનાત કોઅયાહાં, ચ્યેહેન સલામ. પ્રિય બેનપિરસીસ, જ્યેય પ્રભુમાંય બોજ મેઅનાત કોઅયાહાં, સલામ.


ઉરબાનુસાલ, જો ખ્રિસ્તામાય મા હાંગાત્યો હેય, એને મા પ્રિય ઈસ્તખુસાલ મા સલામ.


ઓ વિસ્વાસ્યાહાય, મા ઇચ્છા હેય, કા તુમા જાંઆય લેય કા જીં આંય કૈદમાય બોગવી રિઅલો હેય, ચ્યાકોય હારી ખોબાર આખાહાટી રુકાવાટ નાંય ઓએ બાકી મોદતરૂપ બોનલા હેય.


જ્યા હારાં વિચારાકોય ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર કોઅતાહા ચ્યા પ્રેમાકોય એહેકેન કોઅતાહા, કાહાકા ચ્યાહાન ખોબાર હેય, કા આંય ખ્રિસ્તા હારી ખોબાર બોચાવાહાટી કૈદી હેતાઉ.


દિયાન રાખા કા તુમા ખ્રિસ્તા હારી ખોબારે હારકા જીવન જીવા, એને આંય તુમહે ઈહીં યેયન તુમહાન મિળું કા નાંય મિળું, પાછે દુઉરે તુમહે ખોબાર વોનાયુ, તેરુ તુમહે બારામાય ઓહડી ખોબાર મિળાં જોજે કા તુમા યોકુજ વિચાર રાખીન એને યોકમોન ઓઇન હારી ખોબારે બોરહાહાટી મેઅનાત કોઅતે રા.


કાહાકા તુમહાય જ્યા દિહયા પાઅને હારી ખોબારેવોય બોરહો કોઅયો, એને ચ્ચા સમયથી આજ લોગુ તુમા ઈસુ ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખના કામામાંય માન મોદાત કોઅતે રીયહે.


ઈ ઠીક હેય કા આંય તુમહે બોદહાહાટી એહેકેન વિચાર કોઉ, કાહાકા આંય તુમહાવોય પ્રેમ કોઅતાહાંવ એને યાહાટી કા જોવે આંય કૈદમાય હેય તે ખ્રિસ્તા હારી ખોબારે બોચાવ એને સાબિતી કોઇ રિઅલો હેતાંવ, ચ્યામાય તુમા બોદે મા આરે પોરમેહેરા સદા મોયામાય સહભાગી હેય.


આંય યુઓદિયાલ એને સન્તુખેલ બી વિનાંતી કોઅતાહાંવ, કા ચ્ચો પ્રભુમાંય એકતામાય રોય.


તુમહાન આમહે હાંગાત્યો સેવક ઇપફ્રાસ પાઅને યા શિક્ષણ મિળ્યહા, ઇપફ્રાસ તુમહે ફાયદાહાટી ખ્રિસ્તા વિસ્વાસી સેવક હેય.


દોરત્યેવોય રોનારા બોજ લોક ચ્યા પૂજા કોઅરા લાગ્યેં, કેવળ ચ્યાજ લોકહાય ચ્યા પૂજા નાંય કોઅયી જ્યાહા નાંવ દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય લોખલે ગીઅલે આતેં, ઈ જીવના ચોપડી ચ્યા ગેટા ચોપડી હેય, જ્યાલ બલિદાના રુપામાય માઆઇ ટાકી દેનલો આતો.


તી જંગલી જોનાવર જ્યાલ તુયે આમી દેખ્યા, યોક સમય જીવતા આતા, બાકી આમી જીવતા નાંય હેય, તી બોજ ઉંડા ખાડામાઅને નિંગી એને પોરમેહેર ચ્યાલ પુરીરીતે નાશ કોઅય દી. દોરત્યેવોય રોનારા બોજ લોક જ્યાહા નાંવ પોરમેહેરાય દુનિયા બોનાવા પેલ્લા જીવના ચોપડયેમાય નાંય લોખ્યે ચ્યે બોદે નોવાય પામી જાય જોવે ચ્યે યા જંગલી જોનાવરાલ દેખી. યોક સમય તી જીવતા આતા, આમી તી જીવતા નાંય હેય, બાકી તી પાછા ફિરી યી.


એને માયે જ્યેં મોઅઇ ગીઅલે આતેં ચ્યા લોકહાન રાજગાદી આગલા ઉબલે દેખ્યે, એટલે હાના કા મોઠા. જોલા લોક દોરિયામાય બુડીન મોઅઇ ગીઅલે આતેં, એને કોબારેહે માઅને બોદા મોઅલા લોક, એને ચ્યે બોદે જ્યેં અધોલોકમાય આતેં, ચ્યે બોદે રાજગાદી હામ્મે ઉબે આતેં. એને ચોપડયો ખોલલ્યો ગીયો, જ્યેહેમાય જીવના ચોપડી બી સામીલ આતી, એને ચોપડયેમાય લોખલ્યો વાતહે નુસાર ચ્યાહા ન્યાય કોઅયો, જ્યેં કામે ચ્યાહાય કોઅલે આતેં, ચ્યા બોદહા ચ્યાહા કામહાનુસાર ન્યાય કોઅલો ગીયો.


બાકી કાયબી ખારાબ તાં પ્રવેશ નાંય કોઅરી, કાદાબી ઓહડા માઅહું જીં લાજારવાણહા કામ કોઅહે કા જુઠા બોલહે તાં પ્રવેશ નાંય કોઅરી. બાકી કેવળ જ્યા લોકહા નાંવ ગેટા જીવના ચોપડયેમાય લોખલે હેય ચ્યેજ જાય હોકી.


જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાબી ચ્યાહા હારકે ઉજળેં ફાડકે પોવી, એને આંય ચ્યા માઅહા નાંવ ચ્યે જીવના ચોપડીમાઅને નાંય મિટાડીહી, બાકી મા આબહાલ એને ચ્યા હોરગા દૂતહાલ આખહી કા યા મા આગના પાલન કોઅનારા લોક હેતા.


Follow us:

Advertisements


Advertisements