11 ઈ નાંય કા જીં માંયેમાય કોમી હેય, ચ્ચાહાટી આખતાહાવ, કાહાકા માયે બોદી પરિસ્થીતીમાય ખુશ રોઅના હિકી લેદલા હેય.
સીપાડાહાય બી ચ્યાલ પુછ્યાં, “આમા કાય કોઅજે?” ચ્યાહાન ચ્યે આખ્યાં, “કાદાપાઅને બોળ જબરી થી પોયહા નાંય લેયના, એને કાદાલબી જુઠો દોષ નાંય લાવના, એને પોતાના પાગારમાય ખુશ રોઅના.”
માયે કોલહ્યોક રાતો ઉજાગરો રોયન કાડયો, માન ખાઅના નાંય મિળ્યાં, યાહાટી માયે બુખો-પિહો રોયન, હીયાળામાય એને વોછે ફાડકે આતેં તેરુંબી બોજ મેઅનાત કોઅયી એને બોજ બોદી મુશીબાતો વેઠાં પોડયો.
આમા દુઃખી હેજે, તેરુંબી આમા હર સમયે આનંદિત હેય, આમા પોતે તે કંગાલ હેય બાકી બીજહાન આત્મિકરીતેથી માલદાર બોનાવી દેજહે. એહેકેન હેય જેહેકેન આમહેપાય કાય નાંય તેરુંબી બોદા કાય હેજે.
તુમા આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા સદા મોયા જાંઅતાહા, કા તો માલદાર આતો તેરુંબી તુમહેહાટી ગોરીબ બોન્યો, યાહાટી કા ચ્યા ગોરીબ ઓઅવાથી તુમા માલદાર ઓઈ જાય.
પોરમેહેર બોદાજ પ્રકારા બોરકાત તુમહાન જરુરતથી વોદારે દેય, જ્યેથી બોદીજ વાતમાય એને બોદ્યેજ વેળે, તુમહાન કોઅહીજ વાતની કમી નાંય રોય, બાકી હર યોક હારાં કામાહાટી તુમા દેય હોકહા.
કાહાકા આપહે પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ જાઅના બીજી બોદી વસ્તુહુથી કોલહાક વોદારી મહત્વા હેય, આંય બોદયે વસ્તુહુલ નોકામ્યે માનતાહાવ ચ્ચાહાટી માયે બોદ્યો વસ્તુ છોડી દેનલ્યો હેય એને આંય ચ્ચેહેલ કોચરા હોમાજતાહાવ, કા આંય ખ્રિસ્તાલ જાંઉ.
તુમા કૈદ્યાહા દુઃખામાયબી દુ:ખી બોન્યા, એને તુમહે પોતાની મિલકાતબી આનંદથી લુટી લા દેની, કાહાકા તુમા જાંઅતે આતેં કા તુમહેપાય યાથી કોલાહાક વોદારે ઉત્તમ એને કાયામ રોય ઓહડી મિલકાત હેય.