7 બાકી જ્યો વાતો માંહાટી ફાયદા આત્યો, ચ્ચેહેલ માયે ખ્રિસ્તાય જીં કોઅલા હેય ચ્ચા લીદે નુકસાન હોમજી લેદલા હેય.
યોક માઅહાલ કાય લાભ જોવે ચ્યાલ બોજ મિલકાત મીળે બાકી પોરમેહેરાઆરે હાચ્ચાં જીવન ગુમાવી દેય? યોક માઅહું પોરમેહેરાલ કાય દી હોકહે, જીં ચ્યા અનંતજીવન વેચાતાં લેય?”
પાછે આંદળા માઅહાય ચ્યા બાર્યે ફાડકે ટાકી દેયને તારાત ઉઠયો, એને ઈસુ પાહી ગીયો.
બાકી કાદાં મા પાહી યેય, એને ચ્યા આબહો એને આયહો એને થેઅઈ એને પોહેં એને બાહા એને બોઅયહો એને પોતા જીવાલ બી અપ્રિય નાંય હુમજી, તોવે ચ્યા મા શિષ્ય નાંય ઓઈ હોકે.
યેજપરમાણે તુમહેમાઅને જીં કાદાં માઅહું પોતાના બોદાંજ છોડી નાંય દેય, તો મા શિષ્ય નાંય બોની હોકે.
“માલિકાય ચ્યા અન્યાયી કારબાર્યાલ આખ્યાં, તુયે બોજ હુશારી કોઇ કામ કોઅલા હેય, એહકોયજ યા દુનિયા લોક ચ્યાહા સોમાયા લોકહાઆરે વ્યવહારા માય, ઉજવાડા લોકહા કોઅતા બોજ ચતુર હેય.
જોવે ચ્યા ખાઅના ખાયન દારાયા, તોવે ગોંવ દોરિયામાય ટાકી દેયને જાહાજ ઓળકાં કોઆ લાગ્યા.
એને ખ્રિસ્તા લીદે નિંદા ઓઅના યાલ મિસર દેશા ભંડાર કોઅતા મોઠા માલમિલકાત ગોણ્યા કાહાકા તો ભવિષ્યમાય પોતાના પ્રતિફળ મેળવાહાટી વાટ જોવી રોઅલો આતો.