20 બાકી આપહે વતાન હોરગા હેય, એને આપા યોક તારણારા પ્રભુ ઈસુ ખ્રિસ્તા હોરગામાઅને પાછા યેઅના વાટ જોવી રીઅલે હેજે.
ઈસુવાય ચ્યાએછે પ્રેમથી એઅયા એને ચ્યાલ આખ્યાં, “આજુ યોક વાત હેય જીં તુલ કોઅના જરુરી હેય, જો, જીં કાય તો હેય તીં બોદા વેચિન ગોર-ગોરીબાહાન દેય દે, જોવે એહેકેન કોઅહે, તોવે તોપાય હોરગામાય મિલકાત રોઅરી એને યેયન મા શિષ્ય બોની જો.”
એહકોયજ ચ્યા માઅહા આરે ઓઈ જીં બોદા કાય પોતાહાટી યોખઠા કોઅહે, બાકી પોરમેહેરા સેવા કોઅરાહાટી પોતે મિલકાતે એને શક્તિ ઉપયોગ નાંય કોએ.”
તોવે તું ધન્ય ઓઅહે, કાહાકા ચ્યાહા પે તુલ બોદલો દાંહાટી કાયજ નાંય હેય, બાકી તુલ ન્યાયી લોક મોઅલા માઅને પાછા જીવી ઉઠી, તોવે પોરમેહેર તુલ ચ્યા ઇનામ દી.”
એને ચ્યાહાન એહેકેન આખ્યાં, “ઓ ગાલીલ ભાગામાય રોનારા માઅહાય, તુમા કાહા ઉબા રોયન ઉચે આકાશા એછે એઅઇ રીયહા? ઓજ ઈસુ, જ્યાલ પોરમેહેરાય તુમહે પાહીને હોરગામાય લેય લેદલો હેય, તુમા ચ્યાલ જેહેકેન આકાશામાય જાતા દેખ્યાહા તેહેકેન તો પાછો યેઅરી.”
યાહાટી પવિત્ર આત્માય તુમહાન બોદે વરદાને દેનલે હેય, જ્યેં તુમા ઈસુ ખ્રિસ્તા પાછા યેયના વાટ જોવી રીઅલે હેય.
જેહેકેન આદામ કાદવા આતો તેહેકેન જ્યા લોક દોરતીવોઅને હેય ચ્યાબી આદામા હારકા હેય, બાકી જ્યા લોક હોરગામાઅને હેય, ચ્યા હોરગામાઅને ખ્રિસ્તા હારકા હેય.
આમહાય આમહે દિયાન ચ્યાવોય નાંય કોઅયા, જીં દેખાયેહે બાકી ચ્યાવોય, જીં દેખાય નાંય. કાહાકા જીં કાય દેખાયેહે, તી ગેડી બોયજ હેય બાકી જીં દેખાય નાંય તી અનંતકાળા હેય.
યાહાટી આમા ઇંમાતથી રોજહે, એને આમહાન ગોમહે કા મોઅના પાછે યા શરીરાલ છોડીન પ્રભુવા આરે પોતાના ગોઅમે રોજે.
બાકી હોરગામાઅને યેરૂસાલેમ આબ્રાહામા થેએ સારા હારકા હેય, ચ્ચે પોહેં ગુલામ નાંય હેય, ઈ યેરૂસાલેમ આમહે આયહે હારકી હેય, કાહાકા તી ગુલામમાય નાંય આતી.
યાહાટી તુમા ગેર યહૂદી આમી પારદેશી એને મુસાફરી નાંય રિયા, બાકી પવિત્ર લોકહાઆરે સભ્ય બોની ગીઅલા હેય, એને તુમા પોરમેહેરા કુટુંબા બોની ગીઅલા હેય.
પોરમેહેરાય આપહાન ઈસુ ખ્રિસ્તાઆરે મોઅલા માઅને જીવતા કોઅયા, એને આપહાન હોરગામાય ઈસુ ખ્રિસ્તાઆરે રાજ્ય કોઅરાહાટી લાયકે બોનાવ્યાં.
યાહાટી કા તુમા બોદહાથી ઉત્તમ વાતહેલ વોળખી હોકે એને ખ્રિસ્તા પાછા યેઅના દિહી લોગુ દોષવગાર એને પવિત્ર રા.
દિયાન રાખા કા તુમા ખ્રિસ્તા હારી ખોબારે હારકા જીવન જીવા, એને આંય તુમહે ઈહીં યેયન તુમહાન મિળું કા નાંય મિળું, પાછે દુઉરે તુમહે ખોબાર વોનાયુ, તેરુ તુમહે બારામાય ઓહડી ખોબાર મિળાં જોજે કા તુમા યોકુજ વિચાર રાખીન એને યોકમોન ઓઇન હારી ખોબારે બોરહાહાટી મેઅનાત કોઅતે રા.
તુમા એહેકેન ચ્યે આશા લીદે કોઅતેહે, જીં હોરગામાય તુમહેહાટી થોવલાં હેય, તુમા પેલ્લાથીજ ચ્યા બારામાય વોનાલે હેય, જોવે પેલ્લાદા લોક તુમહાપાય યેના એને તુમહાન ખ્રિસ્તા બારામાય હારી ખોબાર આખી, જો પોરમેહેરા હાચ્ચો સંદેશ હેય.
એને ચ્યા પોહા ઈસુ ખ્રિસ્તા હોરગામાઅને પાછા યેયના વાટ જોવાં, જ્યાલ પોરમેહેરે મોઅલાહામાઅને જીવતો કોઅયો, એટલે ઈસુલ, જો આપહાન યેનારી સજા પાઅને બોચાડેહે.
કાહાકા પ્રભુ ઈસુ પોતે હોરગામાઅને યેઅરી, તો ઉચા શબ્દા હાતે આદેશ દેઅરી એને લોક યોક મુખ્ય હોરગા દૂતાલ હાદતા વોનાયી એને પોરમેહેરા તુતારી ફુકલી જાય, એને જ્યેં ખ્રિસ્તાવોય બોરહો કોઅતા મોઅઇ ગીઅલે હેય, ચ્યે પેલ્લે જીવી ઉઠી.
આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.
એને આપહે મહાન પોરમેહેર એને તારણારો ખ્રિસ્ત ઈસુ મહિમા પ્રગટ ઓઅના ખુશી આશા વાટ જોવજેહે.
બાકી તુમા સીયોન ડોગા પાઆય યેના, જાં હોરગ્યા યેરૂસાલેમ હેય, જીં જીવતા પોરમેહેરા શેહેર હેય, જાં લાખો હોરગા દૂત આનંદ કોઅતાહા.
ચ્યેજ રીતેથી, ખ્રિસ્તાય યોકુજ વોખાત પોતે પોતાલ બલિદાના રુપામાય ચોડવી દેનો, એટલે તો બોદા માઅહા પાપહાલ દુર કોઅય દેય. જોવે તો બીજાદા યેઅરી, તોવે તો પાપાહાટી બલિદાન ઓરાહાટી નાંય યેઅરી, બાકી ચ્યાહા તારણાહાટી યેઅરી જ્યેં ચ્યા વાટ જોવી રીયહે.
વોનાયા, તો વાદળાહાવોય બોહીન યેનારો હેય, બોદાજ લોક ચ્યાલ એઅરી, બાકી જ્યાહાય ચ્યાલ ભાલેકોય ડોચી દેનેલ ચ્યા હોગા એઅરી, એને ચ્યાલ દેખીન દોરત્યેવોયને બોદા જાતી લોક જોર-જોરખે રોડી. હાં, એહેકેનુજ ઓઅરી. આમેન.