9 યાહાટી પોરમેહેરે ચ્યાલ બોદહા કોઅતા ઉચા પદવોય બોહાડયો, એને ચ્યાલ તી નાંવ દેના જીં બોદા નાંવહા માય મહાન હેય.
મા આબહે માન બોદો ઓદિકાર દેય દેનહો, એને આબા સિવાય કાદો પાહાલ નાંય જાંઆય, તેહેકોયજ પાહા સિવાય કાદો આબહાલ નાંય જાંઆય, એને જ્યા લોકહાન આંય, પોહો નિવાડતાહાવ, ચ્યા લોક આબહાલ જાઅરી.
ઈસુય ચ્યાહા પાહી યેયન આખ્યાં, “હોરગા એને દોરતી બોદો ઓદિકાર માન દેવામાય યેનહો.”
મા આબહે માન બોદો ઓદિકાર દેય દેનહો, એને આબા સિવાય કાદો પાહાલ નાંય જાંએ, તેહેકેન પાહા સિવાય કાદો આબહાલ નાંય જાંએ, એને જ્યા લોકહાન આંય, પોહો નિવડે, ચ્યા લોક આબહાલ જાઅરી.”
ઈસુ ઈ જાંઅતો આતો, કા પોરમેહેર આબહે બોદા કાય ચ્યા ઓદિકારામાય હોઅપી દેનહા એને તો પોરમેહેરાપાઅને યેનહો એને પોરમેહેરાપાય પાછો જાય રિઅલો હેય.
આમી આંય દુનિયામાય નાંય રોઉં, બાકી મા શિષ્ય દુનિયામાય હેય, એને આંય તોપાય યેય રિયહો, ઓ પવિત્ર આબા, તો સામર્થ્યા નાવાકોય ચ્યાહાન હાચવી રાખ, યાહાટી કા ચ્યે આપહે રોકે યોક રોય.
જોવે આંય ચ્ચાહા આરે આતો, તો માયે તો સામર્થ્યા નાવાકોય, જીં નાંવ તુયે માન દેનલા હેય, ચ્યાહાન હાચવી રાખ્યાં, એને માયે ચ્ચાહાન હાચવ્યા એને જ્યા ટાકાય જાયના નક્કી આતા, ચ્ચાલ છોડીન ચ્યામાઅને કાદોજ નાંય ખોવાયો, તોવે પવિત્રશાસ્ત્રામાય જીં લોખલાં આતા તી પુરાં ઓએ.
એને આમી, ઓ મા આબા, તોઆરે મા મહિમા કોઓ, તીજ મહિમા જીં મા તો હાતે દુનિયા બોનાવના પેલ્લી આતી.”
ચ્યાલુજ પોરમેહેરે પ્રભુ એને તારણારો ઠોરવ્યો, ચ્યા જમણા આથાકોય ઉચો કોઅયો, કા ઈસરાયેલા લોક ચ્યાહા ખારાબ વિચાર એને વાટી વોયને પોરમેહેરાએછે ફિરે, એને ચ્યાકોય ચ્યાહા પાપહા માફી મિળવે.
જોવે પોરમેહેરા ઈ ગુપ્ત યોજના પુરો ઓઅના સમય યેય જાય, તોવે પોરમેહેર હોરગા એને દોરતી બોદી વસ્તુ ઈસુ ખ્રિસ્તા તાબામાંય કોઅય દી, જેથી ખ્રિસ્ત બોદી વસ્તુહુ માલિક રોય.
તો તોજ હેય જો મંડળીહે વોય ઓદિકાર કોઅહે, જીં ચ્ચા શરીર હેય, તોજ પેલ્લો હેય, એને મોઅલાહામાઅને તોજ પેલ્લો જીવતો ઉઠયો, યાહાટી તો બોદી વાતહેમાય મહાન હેય.
આમા પ્રાર્થના કોઅતાહા યાહાટી આમહે પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાંવ તુમહેકોય મહિમા પામે એને તુમા ચ્યાકોય આદર પામા, ઈ બોદા કાય આમહે પોરમેહેર એને ઈસુ ખ્રિસ્તા સદા મોયાકોય ઓઅરી.
એને પોરમેહેરે પોહાલ યોક ઓહડા નાંવ દેના જીં હોરગા દૂતહા કોઅતા બોજ શક્તિવાળો એને મહાન હેય, યાહાટી પોહો ચ્યાહાથી બોજ મહાન હેય.
તું હારાં કામ કોઅનારાહાવોય પ્રેમ કોઅતોહો, બાકી ખારાબ કામહાલ નફરાત કોઅતોહો, યાહાટી માયે, તો પોરમેહેરે, તુલ તો હાંગાત્યા વોચમાઅને નિવડીન આનંદના તેલથી તો અભિષેક કોઅયોહો.”
એને બોરહા કર્તા એને સિદ્ધ કોઅનારા ઈસુવોય દિયાન દા, જ્યાંય ચ્યા આનંદાહાટી જો આગલા ભવિષ્યામાય ચ્યાહાટી નોક્કી કોઅલા આતાં, શરમાના કાય વિચાર નાંય કોઅતા, હુળ્યેખાંબા દુઃખ વેઠયાં એને એહેકેન મોઅઇ ગીયો, એને આમી પોરમેહેરા સિંહાસના જમણી એછે બોઠહો.
બાકી હાચ્ચાઇ ઈ હેય કા ઈસુવા લેવાલ કોલહાક સમયાહાટી હોરગા દૂતહા કોઅતા વાયજ કમી કોઅયેલ, એટલે પોરમેહેરા સદા મોયાથી ઈસુ દુઃખ ઉઠાવના પાછે દુનિયા બોદા લોકહાહાટી મોઅઇ જાય, યાહાટી પોરમેહેરે ચ્યાલ મહિમા એને આદરા મુગુટ પોવાડયો.
આમી તો હોરગામાય જાયને પોરમેહેરા જમણી એછે બોઠલો હેય, એને તો બોદા હોરગા દૂતહા, ઓદિકાર્યાહા એને બોદયે શક્તિહેવોય રાજ કોઅહે.
આમા ચ્યાઆરે પવિત્ર ઉચા ડોગાવોય આતા, જોવે ચ્યાલ પોરમેહેર આબા પાઅને આદર એને મહિમા દેનલી ગીયી, ચ્યે સમયે ચ્યાપાય પ્રતાપમય મહિમા એટલે પોરમેહેરાપાઅને ઓહડો આવાજ ઈ આખતા યેનો, “ઓ મા પોતાનો પ્રિય પોહો હેય, જ્યાથી આંય પ્રસન્ન હેતાઉ” આમહાય પોતે હોરગામાઅને યેતાં ચ્યા આવાજાલ વોનાયા.
કાહાકા યા લોક ચોમખી યાહાટી મુસાફરી કોઅઇ રીયલા હેય કા ઈસુ ખ્રિસ્તા વચના ઘોષણા કોઅય એને ગેર યહૂદી લોકહાપાઅને કાયજ મોદાત નાંય લેય.
એને ઈસુ ખ્રિસ્તાપાઅને તુમહાન સદા મોયા એને શાંતી મીળે, જ્યા વચનાવોય બોરહો કોઅલો જાહે, ઓ તોજ ઈસુ હેય જો મોઅલાહામાઅને પાછો જીવતો ઓઅય ગીયો એને યે દોરતી બોદા રાજહા શાસક હેય. તોજ ઈસુ આપહેવોય પ્રેમ કોઅહે, તો આપહેહાટી મોઅઇ ગીયો એને ચ્યાય આપહે પાપહા ડૉડ રદ્દ કોઅય દેનલો હેય.
જોવે હાતમા હોરગા દૂતાય તુતારી વાજાડી, તોવે માયે હોરગામાય ચીંદળા આવાજાહા માય બોંબાલતા વોનાયો, “આમહે પોરમેહેર એને ચ્યા નિવાડલો તારણારો એટલે ખ્રિસ્તાલ બોદી દુનિયાવોય રાજ્ય કોઅના ઓદિકાર હેય, એને તો સાદાન સાદા રાજ્ય કોઅરી.”
એને ચ્યા ડોગલાવોય એને જમણી જાગાવોય ચ્યા નાંવ લોખલાં હેય, “રાજહા રાજા, એને પ્રભુહૂ પ્રભુ.”
જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાલ આંય મા રાજગાદ્યે બાજુ માય રાજગાદ્યેવોય બોહરા ઓદિકાર દિહી, જેહેકેન આંય જાતે મા આબા આરે રાજગાદ્યેવોય બોહી ગીયહો.
એને ચ્યા જીં બલિદાન ઓઅલા ગેટા બારામાય જોરખે ગીત આખતા આતા, “બલિદાન ઓઅલા ગેટાજ મહિમા લાયકે હેય, ચ્યા ઓદિકાર મહાન હેય, ચ્યા જ્ઞાન બોજ ઉંડા હેય, તો બોજ સામર્થ્યવાળો હેય એને બોજ માલદાર હેય, યા આપા ચ્યા આદર કોઅજે, યા આપા ચ્યા સ્તુતિ કોઅતે.”