28 યાહાટી ચ્યાલ દોવાડાહાટી આંય આજુબી ઉત્સાહિત હેતાંવ કા તુમા ચ્યાઆરે પાછો મિળીન ખુશ ઓઅઇ જાં એને મા ચિંતા કોઅના વોછા ઓઅય જાય.
યેજપરમાણે તુમાબી આમી દુઃખામાય હેય, બાકી આંય તુમહાન પાછો મીળહી એને તુમા આનંદિત ઓઈ જાહા એને તુમહે આનંદ કાદો તુમહે વોયને પેચકી નાંય લી.
ચ્યે ચ્ચાલ પાછે કોઇ દિહી નાંય દેખી, યાકોય લોક બોજ વોદારી દુઃખી આતા, પાછે ચ્યાહાય ચ્ચાલ હારિરીતે જાહાજ લોગુ પોઅચાડી દેનો.
માયે તુમહાન યે વાતેહાટી ઈ પત્ર લોખ્યાં, કા કાય એહેકેન નાંય ઓએ, કા મા યેઅનાથી, જ્યાહાથી માન આનંદ મિળાં જોજે, આંય ચ્યાહાથી દુઃખી ઓઉં. કાહાકા માન તુમા બોદહાવોય યે વાતે ખાત્રી હેય, કા જો મા આનંદ હેય, તોજ તુમહે બોદહાબી હેય.
યાહાટી તુમા પ્રભુમાંય ચ્યાલ ખુશીકોય આવકાર કોઅજા એને ચ્યા હારકા લોકહા આદર કોઆ.
જોવે આંય તુલ છોડીન ગીયો તોવે તું કોલહો રોડાં આતો, ઈ જોવે આંય યાદ કોઅતાહાંવ તોવે આંય તુલ મિળાહાટી બોજ ઇચ્છા કોઅતાહાંવ, જેથી આંય ખુશ ઓઅય જાવ.