5 ચ્યે એહેકોય આખરી કાહાકા ચ્યે ઈ વાત બુલી જાં માગતેહે, કા બોજ સમયા પેલ્લા પોરમેહેરા આગનાથી આકાશ ઠોરાવલા હેય, એને ચ્યાય દોરત્યેલ પાઅયા માઅને બોનાડી એને પાઅયા માંયજ ટકી રિઅલી હેય.