34 માયુહુ ખેરોજ માઅ લોકુહુને મિસર દેશુમે જે દુઃખે પોળતેહે તે માયુહુ હેયેહે; આને તીયાં રોળુલુ આવાજ બી આંય ઉનાયોહો; ઈયા ખાતુર આંય તીયાહાને છોડાવા આલોહો, આમી આવ, આંય તુલે મિસર દેશુમે મોક્લેહે.