9 ઈ દિવસોમાં જઈ યોહાન પરચાર કરી રયો હતો, તઈ ઈસુ નાઝરેથ નગરમાંથી જે ગાલીલ જિલ્લામાં હતું ન્યાથી આવ્યો, અને ઈ જ્યાં યોહાન પરચાર કરી રયો હતો ન્યા ગયો અને યોહાને એને યર્દન નદીમાં જળદીક્ષા આપી.