Online Bibel

- Annoncer -




યૂના 4:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેથી યૂનાએ ઈશ્વરને પ્રાર્થના કરીને કહ્યું, “હે, ઈશ્વર, જયારે હું મારા દેશમાં હતો ત્યારે જ શું મેં એવું કહ્યું ન હતું? આ કારણે જ મેં ત્યારે તાર્શીશ નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ કે હું જાણતો હતો કે તમે કોપ કરવામાં કૃપાળુ અને કરુણાળુ ઈશ્વર છો, કોપ કરવામાં મંદ અને દયાળુ છો. માણસો પર વિપત્તિ લાવવાથી તમને દુઃખ થાય છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું કે, જ્યારે હું મારા દેશમાં હતો ત્યારે જ મેં એવું કહ્યું નહોતું? તેથી જ તાર્શીશ નાસી જવાને મેં ઉતાવળ કરી હતી; કેમ કે હું જાણતો હતો કે તમે કૃપાળું તથા કરુણા રાખનાર ઈશ્વર છો. તમે ક્રોધ કરવામાં ધીમા ને ઘણા દયાળુ, એવા ઈશ્વર છો, ને વિપત્તિ [પાડવા] થી તમને પશ્ચાતાપ થાય છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

2 તેણે પ્રભુને પ્રાર્થના કરી: “હે પ્રભુ, હું મારા દેશમાં હતો ત્યારે જ મેં નહોતું કહ્યું કે તમે આવું જ કરશો. તેથી તો મેં તાર્શીશ નાસી જવા મારાથી બનતું બધું કર્યું હતું. મને ખબર હતી કે તમે કૃપાળુ અને પ્રેમાળ ઈશ્વર છો. તમે સદા ધીરજવાન અને ભલા છો અને શિક્ષા માંડી વાળવાને તત્પર છો.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

2 તેણે યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, તમે આમ જ કરશો એમ હું જાણતો હતો! એટલા માટે હું પહેલાં તાશીર્શ ભાગી ગયો. મને ખબર હતી કે, તમે તો કૃપાળુ અને દયાળુ દેવ છો! તમે ઝડપથી ગુસ્સે થતા નથી અને તમે બહુ કૃપા ધરાવો છો. તે તમે ચૂકાદાને લગતાં તમારા વિચારો બદલો છો.

Se kapitlet Kopi




યૂના 4:2

Følg os:

Annoncer


Annoncer