Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 9:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 જયારે શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ વિષે સાંભળ્યું ત્યારે તે તેની કસોટી કરવા માટે અટકટા પ્રશ્નો લઈને યરુશાલેમ આવી. તે મોટા રસાલા સહિત પોતાની સાથે સુગંધીઓથી લાદેલાં ઊંટો, પુષ્કળ સોનું, મૂલ્યવાન રત્નો લઈને યરુશાલેમમાં આવી. જયારે તે સુલેમાન પાસે આવી, ત્યારે તેણે પોતાના અંત:કરણમાં જે કંઈ હતું તે સર્વ તેને કહ્યું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શેબાની રાણીએ સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે ગૂચવણિયા પ્રશ્નો પૂછીને સુલેમાનની પરીક્ષા કરવા માટે ભારે રસાલા સાથે સુંગધીદ્રવ્યો, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન હીરામાણેક લાદેલાં ઊંટો લઈને યરુશાલેમ આવી; અને સુલેમાનની પાસે આવીને પોતાના અંત:કરણમાં જે કંઈ હતું તે સર્વ સબંધી તેણે તેની સાથે વાત કરી.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

1 શલોમોનની કીર્તિ સાંભળીને શેબાની રાણી જટિલ પ્રશ્ર્નો પૂછી તેની પરીક્ષા કરવા યરુશાલેમ આવી. તે પોતાની સાથે ભારે રસાલો અને ઊંટો પર અત્તરો, જર ઝવેરાત અને પુષ્કળ સોનું લાદીને આવી. જ્યારે તે શલોમોનને મળી ત્યારે તેણે તેના મનમાં જેટલા પ્રશ્ર્ન હતા તે બધા પ્રશ્ર્ન પૂછયા.

Se kapitlet Kopi

પવિત્ર બાઈબલ

1 સુલેમાનનાં અદ્ભૂત ડહાપણ અને તેની કીર્તિ સાંભળીને શેબાની રાણી, તેની કસોટી કરવા માટે અઘરા પ્રશ્ર્નો લઇને યરૂશાલેમ આવી, તે પોતાની સાથે અંગરક્ષકો અને અમલદારોનો મોટો રસાલો અને ઊંટ ઉપર લાદીને અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઇને આવી હતી.

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 9:1

Følg os:

Annoncer


Annoncer