Online Bibel

- Annoncer -




ફિલિપ્પીઓ 4:12 - પવિત્ર બાઈબલ

12 દરિદ્રી અને સમૃદ્ધ બને અવસ્થાઓમાં કેવી રીતે જીવવું તે હું જાણું છું, કોઈ પણ વખતે અને ગમે તેવા સંજોગોમાં આનંદી રહેવાનું શીખ્યો છું. મારી પાસે ખાવાને પૂરતું હોય કે ન હોય, આનંદી રહેવાનું હું શીખ્યો છું. મને જરૂરી બધી જ વસ્તુઓ મારી પાસે હોય કે ના હોય, હું આનંદી રહેવાનું જાણું છું.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ગરીબ થવું હું જાણું છું, તથા ભરપૂર હોવું પણ હું જાણું છું. દરેક પ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને તથા ભૂખ્‍યો રહેવાને, તેમ જ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલો છું

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

12 તંગીમાં તેમજ સમૃદ્ધિમાં રહેવાનું હું શીખ્યો છું. હું આ રહસ્ય પણ શીખ્યો છું: હું ધરાયેલો હોઉં કે ભૂખ્યો હોઉં, મારી પાસે થોડું હોય કે ઘણું હોય, તો પણ તેથી સર્વ જગ્યાએ અને સર્વ સમયે હું સંતોષથી રહી શકું છું.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ગરીબીમાં કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું તથા સમૃદ્ધિમાં પણ કેવી રીતે જીવવું એ પણ હું જાણું છું; દરેકપ્રકારે તથા સર્વમાં તૃપ્તિમાં તથા ભૂખમાં, પુષ્કળતામાં અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું.

Se kapitlet Kopi




ફિલિપ્પીઓ 4:12

Følg os:

Annoncer


Annoncer