ગણના 22:7 - પવિત્ર બાઈબલ7 તેણે મોઆબના અને મિદ્યાનના ઉચ્ચકક્ષાના આગેવાનોને સંદેશવાહકો તરીકે મોકલ્યા હતા. જદુમંતરની દક્ષિણા સાથે તેઓએ બલામ પાસે આવીને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને મોઆબના વડીલો તથા મિદ્યાણા વડીલો પોતાના હાથમાં શકુનને માટે ભેટ લઈને ચાલી નીકળ્યા. અને બલામની પાસે આવીને તેઓએ બાલાકની માગણી તેને કહી સંભળાવી. Se kapitletપવિત્ર બાઇબલ C.L.7 તેથી મોઆબ અને મિદ્યાનના આગેવાનો પોતાની સાથે શાપ અપાવવા માટેની રકમ લઈને બલામની પાસે ગયા અને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 મોઆબના વડીલોએ તથા મિદ્યાનના વડીલોએ જાદુમંતરની દક્ષિણા લઈને બલામ પાસે આવીને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો. Se kapitlet |