યર્મિયાનો વિલાપ 1:19 - પવિત્ર બાઈબલ19 મે મારા મિત્રોને હાંક મારી, પણ તેઓએ મારો વિશ્વાસઘાત કર્યો, મારા યાજકો અને વડીલો શહેરમાં ભૂખને સંતોષવા ભિક્ષા માગતાં મરણ પામ્યા. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 મેં મારા આશકોને બોલાવ્યા, પણ તેઓએ મને દગો દીધો! મારા યાજકો તથા મારા વડીલો પોતાના પ્રાણ બચાવવા માટે અન્નને માટે ફાંફાં મારતા હતા, એટલામાં તેઓએ નગરમાં પ્રાણ છોડ્યા. Se kapitletપવિત્ર બાઇબલ C.L.19 “મેં મારા આશકોને બોલાવ્યા, પણ તેમણે મને મદદ કરવાની ના પાડી દીધી. યજ્ઞકારો અને આગેવાનો જીવવા માટે ખોરાકની શોધમાં હતા ત્યારે શહેરના રસ્તા પર માર્યા ગયા. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 મેં મારા પ્રેમીઓ બોલાવ્યા, પણ તેઓએ મારો વિશ્વાસઘાત કર્યો. મારા યાજકો તથા મારા વડીલો પોતાના જીવ બચાવવા માટે અન્નને માટે વલખાં મારતા હતા, એટલામાં તેઓ નગરમાં મરણ પામ્યા. Se kapitlet |