યર્મિયાનો વિલાપ 1:15 - પવિત્ર બાઈબલ15 યહોવાએ મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને તુચ્છકાર્યા છે, અને મારાં તરૂણ યોદ્ધાઓને કચડી નાખવા માટે ટૂકડીઓ તૈયાર કરી છે. અને યહોવાએ યહુદાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે, ખરાબર એવી જ રીતે જેમ દ્રાક્ષારસ બનાવવા માટે કોઇ દ્રાક્ષને ખૂદે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પ્રભુએ મારામાંના મારા સર્વ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા જુવાનોને કચરી નાખવા માટે યહોવાએ મારી વિરુદ્ધ ઘાડાં બોલાવ્યાં છે. પ્રભુએ દ્રાક્ષાકુંડમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.15 “પ્રભુએ મારા સૌ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા યુવાનોનો સંહાર કરવા તેમણે સૈન્ય મોકલ્યું. દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદાય તેમ તેમણે મારા લોકને કચડી નાખ્યા છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પ્રભુએ મારામાંના સર્વ શ્રેષ્ઠ યોદ્ધાઓને તુચ્છકાર્યા છે. મારા શ્રેષ્ઠ યોદ્ધાઓને કચડી નાખવા માટે તેમણે મારી વિરુદ્ધ સભા બોલાવી છે. પ્રભુએ દ્રાક્ષચક્કીમાં યહૂદિયાની કુંવારી દીકરીને ખૂંદી નાખી છે. Se kapitlet |