યર્મિયા 16:4 - પવિત્ર બાઈબલ4 “તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, કોઇ તેઓને માટે ચિંતા કરશે નહિ કે તેઓને દફનાવશે નહિ, પરંતુ તેઓના મૃતદેહો ખુલ્લા મેદાનમાં પડ્યા રહેશે અને ભોંય પર સડી જઇ ખાતરરૂપ થશે. તેઓ યુદ્ધ કે દુકાળમાં મૃત્યુ પામશે અને તેઓના મૃતદેહોને પંખીઓ અને પશુઓ ફાડી ખાશે.” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેઓ ત્રાસજનક રોગોથી મરશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને દાટવામાં આવશે નહિ! તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતર જેવાં થશે. તેઓ દુકાળ તથા તરવારથી નાશ પામશે. અને તેઓનાં મુડદાં આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં શ્વાપદો ખાઈ જશે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 “તેઓ જીવલેણ રોગથી મૃત્યુ પામશે. તેમને માટે કોઈ શોક કરશે નહિ કે તેમનું દફન થશે નહિ, પણ તેમનાં શબ જમીન પર ખાતરની જેમ પથરાયાં હશે. તેઓ યુદ્ધથી અને દુકાળથી મરશે અને તેમનાં શબ ગીધડાં અને જંગલી પશુઓનો ભક્ષ બનશે.” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 “તેઓ ભયંકર રોગોને લીધે મૃત્યુ પામશે, તેઓને માટે શોક થશે નહિ કે તેઓને દફનાવશે નહિ. તેઓના મૃતદેહો પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થશે. તેઓ તલવાર કે દુકાળમાં નાશ પામશે અને તેઓના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિનાં જંગલી પશુઓ ખાઈ જશે.” Se kapitlet |