Online Bibel

- Annoncer -




પુનર્નિયમ 1:1 - પવિત્ર બાઈબલ

1 જયારે સર્વ ઇસ્રાએલી પ્રજા યર્દન નદીને પૂવેર્ આવેલા મોઆબના રણ પ્રદેશમાં હતી, મૂસાએ તે લોકોને જે વચનો કહ્યાં હતાં તે આ પ્રમાંણે છે, તે વખતે તેઓ યર્દનકાંઠામાં સૂફની સામે હતા. તેમની એક તરફ પારાનનું રણ આવેલું હતું અને બીજી તરફ તોફેલ, લાબાન, હસેરોથ અને દીઝાહાબ આવેલાં હતાં.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 જે વચનો મૂસાએ યર્દન પાર અરણ્યમાં, સૂફ [સમુદ્ર] સામેના અરાબામાં, પારાન તથા તોફેલ તથા લાબાન તથા હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની વચમાં સર્વ ઇઝરાયલી લોકોને કહી સંભળાવ્યાં તે નીચે પ્રમાણે છે.

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલીઓ યર્દન નદીની પૂર્વે રણપ્રદેશમાં હતા ત્યારે મોશેએ તેમને સંબોધેલાં કથનો આ પુસ્તકમાં છે. તેઓ સૂફની સામેના યર્દનના ખીણપ્રદેશ અરાબામાં હતા. તેમની એક તરફ પારાન અને બીજી તરફ તોફેલ, લાબાન, હાસેરોથ તથા દીઝાહાબ નગરો હતાં.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યર્દન પાર અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે.

Se kapitlet Kopi




પુનર્નિયમ 1:1

Følg os:

Annoncer


Annoncer