૨ શમુએલ 1:4 - પવિત્ર બાઈબલ4 દાઉદે તેને પૂછયું, “ત્યાં શું થયું? યુદ્ધનું પરિણામ શું આવ્યું તે મને કહે.” તેણે જવાબ આપ્યો, “લશ્કર યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયું છે અને યુદ્ધમાં ઘણા માંણસો માંર્યા ગયા હતા. શાઉલ અને તેનો દીકરો યોનાથાન પણ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે.” Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 દાઉદે તેને પૂછ્યું, “ત્યાં શું થયું? કૃપા કરીને મને કહે.” તેણે ઉત્તર આપ્યો, “લોકો લડાઈમાંથી નાસી ગયા છે, ઘણા લોકો [રણમાં] પડીને મરણ પામ્યા છે. અને શાઉલ તથા તેમનો દિકરો યોનાથાન પણ માર્યા ગયા છે.” Se kapitletપવિત્ર બાઇબલ C.L.4 દાવિદે કહ્યું, “ત્યાં શું થયું તે મને કહે.” તેણે જવાબ આપ્યો, “લોકો યુદ્ધમાંથી નાસી ગયા છે અને ઘણા માણસો માર્યા ગયા છે. શાઉલ અને યોનાથાન મરણ પામ્યા છે.” Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 દાઉદે તેને પૂછ્યું કે, “કૃપા કરી મને કહે ત્યાં શી બાબતો બની?” તે માણસે ઉત્તર આપ્યો કે, “લોકો લડાઈમાંથી નાસી ગયા છે. ઘણાં લોકો ઘાયલ થયા અને મરણ પામ્યા છે. શાઉલ તથા તેનો દીકરો યોનાથાન પણ મરણ પામ્યા છે.” Se kapitlet |