૨ કાળવૃત્તાંત 6:33 - પવિત્ર બાઈબલ33 તો તારા નિવાસસ્થાન આકાશમાંથી તે સાંભળીને તેઓની વિનંતી માન્ય કરજે. ત્યારે પૃથ્વીની સર્વ પ્રજાઓ તારી ખ્યાતિ વિષે સાંભળશે અને તારા ઇસ્રાએલી લોકોની જેમ તારો ડર રાખશે અને તેઓ જાણશે કે મેં જે મંદિર બાંધ્યું છે, તે સાચે જ તારું છે. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાંથી તે સાંભળજો, ને તે પરદેશી જે બધી બાબત વિષે તમને વિનંતી કરે તે પ્રમાણે તમે કરજો, કે જેથી પૃથ્વીના સર્વ લોક તમારું નામ જાણીને તમારા ઇઝરાયલી લોકની માફક તમારી બીક રાખે, ને તેઓ જાણે કે આ મંદિર જે મેં બાંધ્યું છે તે તમારા નામથી ઓળખાય છે. Se kapitletપવિત્ર બાઇબલ C.L.33 તમારા નિવાસસ્થાન આકાશમાંથી તમે તેનું સાંભળજો અને તેની માગણી પૂરી કરજો, જેથી દુનિયાના સર્વ લોક તમને ઓળખે, અને તમારા લોક ઇઝરાયલની જેમ તમને આધીન થાય. ત્યારે તો તેઓ જાણશે કે મેં બંધાવેલું મંદિર તમારું છે અને તમારા નામના સન્માનાર્થે છે. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તો કૃપા કરી તમે તમારા નિવાસસ્થાનમાં, એટલે આકાશમાં તે સાંભળજો અને વિદેશીઓ જે કંઈ તમને કહે તે તમે કરજો, જેથી પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તમારું નામ જાણે, જેથી તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારો ભય રાખે અને કે આ સભાસ્થાન જે મેં બાંધ્યું છે તે તમારા નામથી ઓળખાય. Se kapitlet |