Online Bibel

- Annoncer -




૨ કાળવૃત્તાંત 6:16 - પવિત્ર બાઈબલ

16 અને હવે, હે યહોવા, ઇસ્રાએલના દેવ, તેઁ તારા સેવક દાઉદને જે બીજું વચન આપ્યું હતું તે પૂરું કર. તેઁ એને એમ કહ્યું હતું કે, ‘જો તારા વંશજો સંભાળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર હેઠળ ઇસ્રાએલની ગાદી પર સદા તારો વંશજ બેસશે.’

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તો હવે, હે યહોવા, ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને તમે જે વચન આપ્યું છે તે તેમની પ્રત્યે પાળો, તે એ કે ‘જેમ તું મારી આગળ ચાલ્યો છે તેમ તારા વંશજો પોતાના માર્ગ સંભાળીને મારા નિયમ પ્રમાણે ચાલશે, તો મારી નજર આગળથી ઇઝરાયલના રાજ્યસન પર બેસનાર પુરુષની તને ખોટ પડશે નહિ.’

Se kapitlet Kopi

પવિત્ર બાઇબલ C.L.

16 તો હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, મારા પિતા દાવિદને આપેલું બીજું વચન પણ પાળો. તમે તેમને કહ્યું હતું કે જો તારા વંશજો તારી જેમ મારા નિયમનું કાળજીપૂર્વક પાલન કરશે તો ઇઝરાયલના રાજા તરીકે તારો વંશજ જ રાજ કરશે.

Se kapitlet Kopi

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હવે પછી, પ્રભુ ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે પૂરું કરો, તમે તેને કહ્યું હતું, ‘જો તારા વંશજો મારા વચનો સાંભળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર આગળ ઇઝરાયલના રાજ્યાસન પર બેસનાર પુરુષની ખોટ તને પડશે નહિ.’

Se kapitlet Kopi




૨ કાળવૃત્તાંત 6:16

Følg os:

Annoncer


Annoncer