1 માનનીય થીયોફિલુસ, મા પેલ્લી ચોપડીમાય, જીં માયે તોહાટી લોખલી આતી, માયે ચ્યે કોલહ્યેક ચીજહે બારામાય લોખ્યાં જીં ઈસુય કોઅલા આતા એને હિકાડલા આતા જાંવલોગુ તો હોરગામાય લેવાય નાંય ગીઅલો આતો.