1 ઓ પત્ર પાઉલુ વેલેને હાય. આંય પરમેહેરુ સેવક આને ઇસુ ખ્રિસ્તુ પસંદ કેલો ચેલો, પરમેહેરુ પસંદ કેલા લોકુ વિશ્વાસુલે મજબુત કેરા આને તીયા હાચો શિક્ષણ આપા ખાતુરે પસંદ કેયોહો, જો તીયા ભક્તિ અનુસાર હાય.