ઝખાર્યા 9:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હે સિયોનની દીકરી, મોટા આનંદથી પોકાર કર, હે યરુશાલેમની દીકરી હર્ષનાદ કર. જો, તારો રાજા તારી પાસે ન્યાયીપણા સાથે આવે છે તે તારણ લાવે છે. તે નમ્ર છે અને ગધેડાં પર એટલે ગધેડીના વછેરા પર સવારી કરીને આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર; હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર. જો, તારો રાજા તારી પાસે આવે છે: તે ન્યાયી તથા તારણ સાધનાર છે. [તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા, ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને [આવે છે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 હે સિયોનના લોકો, આનંદ કરો! યરુશાલેમના લોકો, હર્ષનો પોકાર કરો! જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયી બની, હા, જયવંત થઈ આવે છે. પણ તે નમ્ર છે, અને તે ગધેડા પર, એટલે પલોટયા વિનાના ખોલકા પર સવાર છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 સિયોનના લોકો, આનંદોત્સવ મનાઓ, હે યરૂશાલેમના લોકો, હર્ષનાદ કરો! કારણ, જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયવંત થઇને આવે છે. પણ નમ્રપણે, ગધેડા પર સવારી કરીને, ખોલકાને-ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે. Viz kapitola |