રૂથ 4:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેથી મેં વિચાર્યું કે તને જાણ કરું; સાંભળ ‘અહિયાં બેઠેલા છે તેઓ તથા મારા લોકોના વડીલોની સમક્ષ, તું તે ખરીદી લે. ‘જો તે છોડાવવાની તારી ઇચ્છા હોય, તો છોડાવી લે. પણ જો તે છોડાવવાની તારી મરજી ના હોય તો પછી મને કહે, કે જેથી મને ખ્યાલ આવે, કેમ કે તે છોડાવવાનો સૌથી પ્રથમ હક તારો છે. તારા પછી હું તેનો હકદાર છું.” ત્યારે તેણે જણાવ્યું કે, “હું તે છોડાવીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને મને એવો વિચાર આવ્યો કે, એ વાત તને જાહેર કરવી, અને જે અહીં બેઠેલા છે તેઓની આગળ તથા મારા લોકના વડીલોની આગળ તું તે ખરીદ કર, એમ તને કહેવું. જો તે છોડાવવાની તારી મરજી હોય તો છોડાવ; પણ જો તે છોડાવવાની તારી મરજી હોય તો છોડાવ; પણ જો તે છોડાવવાની તારી મરજી ન હોય તો મને તેમ કહે કે મને સૂઝ પડે; કેમ કે તેને છોડાવવાને તારા વગર બીજો કોઈ નથી; અને તારા પછી હું છું.” ત્યારે તેણે કહ્યું, “હું તેને છોડાવીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 મને થયું કે તને પણ એ વાત જણાવું. હવે તારી ઇચ્છા હોય તો અહીં બેઠેલા લોકો અને આગેવાનોની રૂબરૂમાં તું તે જમીન ખરીદ કર. પણ જો તારે તે ન જોઈતી હોય, તો મને કહે; કારણ, તે ખરીદવાનો પહેલો હક્ક તારો છે અને તે પછી જ મારો હક્ક છે.” પેલા માણસે કહ્યું, “હું તે ખરીદીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 મને લાગ્યું કે માંરે તમને તે વિષે વાત કરવી જોઈએ કે, અહીં આપણા જે વડીલો બેઠા છે તેમની સાક્ષીએ તું એ ખરીદી લે. જો તારે કુટુંબી તરીકેનો હક્ક ભોગવવો હોય તો ખરીદી લે, અને જો તારે હક્ક ન ભોગવવો હોય તો તે કહે, જેથી મને ખબર પડે, કારણ નજીકના કુટુંબી તરીકેનો પહેલો હક્ક તારો છે અને તારા પછી માંરા પોતાનો છે.” તેણે કહ્યું, “હું ખરીદી લેવા તૈયાર છું.” Viz kapitola |