રૂથ 2:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 નાઓમીએ પોતાની પુત્રવધૂને કહ્યું,” જે ઈશ્વરે, જીવતાં તથા મૃત્યુ પામેલાંઓ પ્રત્યે પોતાની વફાદારી ત્યજી દીધી નથી તે ઈશ્વરથી તે માણસ, આશીર્વાદિત થાઓ.” વળી નાઓમીએ તેને કહ્યું, “એ માણસને આપણી સાથે સગાઈ છે, તે આપણો નજીકનો સંબંધી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 નાઓમીએ પોતાની પુત્રવધૂને કહ્યું, “જેણે જીવતાં તથા મૂએલાં ઉપર દયા રાખવી છોડી દીધી નથી તે યહોવાથી આશીર્વાદિત થાઓ.” નાઓમીએ તેને કહ્યું, “એ માણસને આપણી સાથે નિકટની સગાઈ છે, એટલે તે આપણો નજીકનો સગો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 નાઓમીએ તેને કહ્યું, “પ્રભુ બોઆઝને આશિષ આપો. પ્રભુ તો જીવતાં અને મરેલાં સાથેનાં પોતાનાં વચન પાળે છે.” વળી, તેણે કહ્યું, “આ માણસ આપણો નિકટનો સગો છે. આપણી સંભાળ લેવાની જવાબદારી જેમને શિર છે તેમાંનો તે એક છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ20 નાઓમીએ કહ્યું, “બોઆઝ આપણો સંબંધી છે. એ આપણા રક્ષણ કરનારાઓમાંથી એક છે તે આપણો નજીકનો સગો છે. દેવના આશીર્વાદ એના પર રહે કારણકે એમણે જીવીત અને મૃત પામેલા પર પણ હંમેશા દયા દાખવી છે.” Viz kapitola |