રોમનોને પત્ર 9:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 શું કુંભારને એક જ માટીના એક ભાગનું ખાસ વપરાશ માટે તથા બીજાનું સામાન્ય વપરાશ માટે પાત્ર બનાવવાને માટી ઉપર અધિકાર નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 શું કુંભારને એકનાએક ગારાના એક ભાગનું ઉત્તમ કાર્યને માટે તથા બીજાનું હલકા કામને માટે પાત્ર ઘડવાને ગારા ઉપર અધિકાર નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 ગારામાંથી પાત્ર ઘડનારને માટીનો ફાવે તેવો ઉપયોગ કરવાનો હક્ક છે. માટીના એક જ લોંદામાંથી એક ખાસ પ્રસંગને માટે અને બીજું સામાન્ય વપરાશને માટે, એમ બે પ્રકારનાં પાત્ર તે બનાવી શકે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ21 જે કુંભાર માટીની બરણી બનાવે છે, તે પોતાની ઈચ્છા મુજબ ગમે તે બનાવી શકે છે. જુદા જુદા રૂપ રંગની વસ્તુઓ બનાવવા તે એક જ માટીનો ઉપયોગ કરે છે. તે એક વસ્તુ વિશિષ્ટ હેતુથી કોઈ ખાસ ઉપયોગ માટે બનાવી શકે, અને બીજી વસ્તુ રોજબરોજના ઉપયોગ માટે બનાવી શકે. Viz kapitola |