Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 9:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને સંતાનોના જન્મ અગાઉ જયારે તેઓએ કંઈ પણ સારું કે ખરાબ કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો હેતુ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડનારની ઇચ્છા પર આધાર રાખે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને [છોકરાઓના] જન્મ્યા પહેલાં જ્યારે તેઓએ હજુ કંઈ પણ સારું કે ભૂંડું કર્યું ન હતું, ત્યારે ઈશ્વરનો સંકલ્પ જે તેમની પસંદગી પ્રમાણે છે તે, કરણીઓ પર નહિ, પણ તેડું કરનારની ઇચ્છા પર આધાર રાખે,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 બેમાંથી એક પુત્રની પસંદગી સંપૂર્ણપણે ઈશ્વરના ઇરાદા પ્રમાણે જ હતી એ જણાય તે માટે તેમણે તેને કહ્યું, “મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11-12 (રિબકાને) બે દીકરા જન્મ્યા, તે પહેલાં દેવે રિબકાને કહ્યું હતું, “તારો મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.” એ છોકરાઓએ તેઓના જીવનમાં કંઈક સારું અથવા ખરાબ કર્યુ હોય એ પહેલા આવી ભવિષ્યવાણી થઈ હતી. તેમના જન્મ પહેલાં દેવે આ કહ્યું હતું. જેથી કરીને દેવની પોતાની યોજના પ્રમાણે દેવની પસંદગી પામેલા છોકરાને એ સ્થાન મળે. એ છોકરાની પસંદગી કરવામાં આવી કેમ કે માત્ર એને જ પસંદ કરવો એવી દેવની ઈચ્છા હતી અને તે એટલા માટે નહિ કે એ છોકરાઓએ તેમના જીવનમાં કઈક સારાં અથવા ખોટાં કામો કર્યા હોય.

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 9:11

Následuj nás:

Reklamy


Reklamy