રોમનોને પત્ર 6:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તમારા દેહની નિર્બળતાને લીધે હું મનુષ્યની રીતે વાત કરું છું. જેમ તમે પોતાનાં અંગોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યાં હતા, તેમ હમણાં પોતાનાં અંગો પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તમારા દેહની દુર્બળતાને લીધે હું માણસની રીતે વાત કરું છું, કેમ કે જેમ તમે તમારા અવયવોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યા હતા, તેમ હવે તમારા અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તમારી સમજવાની નિર્બળતાને કારણે હું માનવી ભાષા વાપરું છું. એક સમયે તમે તમારી જાતને દુષ્ટ હેતુને માટે સંપૂર્ણ રીતે અશુદ્ધતા અને દુષ્ટતાને સોંપી દીધી હતી. હવે, તે જ રીતે પવિત્ર હેતુને માટે તમે તમારી જાતને સંપૂર્ણ રીતે સદાચારને સોંપી દો. Viz kapitolaપવિત્ર બાઈબલ19 જે દૃષ્ટાંત લોકો જાણે છે તે દૃષ્ટાંત આપીને હું તમને આ સમજાવવા પ્રયત્ન કરીશ કારણ કે એ બધું સમજવું તમારા માટે કઠિન છે. તેથી હું આ રીતે સમજાવું છું. ભૂતકાળમાં તમે અશુદ્ધતા અને અનિષ્ટની સેવામાં તમારા શરીરનાં અવયવો અર્પણ કર્યા હતા. તમે દુષ્ટતામાં જ જીવતા હતા. તમે હવે તમારાં અવયવોને પવિત્રતાને અર્થે ન્યાયીપણાના દાસ તરીકે સુપ્રત કરો અને પછી તમે ફક્ત દેવ માટે જ જીવવા શક્તિમાન થશો. Viz kapitola |