રોમનોને પત્ર 4:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 આશાના કોઈ સંજોગ ન હોવા છતાં તેણે આશાથી વિશ્વાસ રાખ્યો, કે જેથી જે વચન આપેલું હતું કે, ‘તારો વંશ એવો થશે’, તે મુજબ તે ઘણી દેશજાતિઓનો પૂર્વજ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે, આપેલા વચન પ્રમાણે ‘તારો વંશ એવો થશે, ’ તે પ્રમાણે તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 આશા ફળીભૂત નહિ થાય એવું લાગતું હતું, ત્યારે અબ્રાહામે ઈશ્વર ઉપર ભરોસો મૂક્તાં આશા રાખી. તેથી તે “ઘણી પ્રજાઓનો પૂર્વજ” બન્યો. ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ, “તારા વંશજો ઘણા થશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ18 ઈબ્રાહિમને ત્યાં બાળકો થાય એવી કોઈ આશા ન હતી. પરંતુ ઈબ્રાહિમને દેવમાં વિશ્વાસ હતો, અને આશા સેવવાનું તેણે ચાલુ રાખ્યું. તેથી જ તો ઘણી પ્રજાઓનો તે પૂર્વજ થયો. દેવે તેને કહ્યું હતું, “તને ઘણાં વંશજો મળશે.” Viz kapitola |