રોમનોને પત્ર 3:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 અને અમારી નિંદા કરનારા કેટલાક અમારા વિષે કહે છે કે, ‘તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે દુષ્ટતા આચરીએ, એવું કેમ ન કરીએ?’ તેઓને કરાયેલી શિક્ષા ઉચિત છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 વળી અમારી નિંદા કરીને કેટલાક અમારે વિષે કહે છે, “તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે ભૂંડું કરીએ. એ પ્રમાણે કેમ ન [કરીએ] ?” એવાઓનો દંડ વાજબી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ભૂંડું કરવાથી કોઈનું ભલું થતું હોય તો તેમ કરવું જોઈએ એવું શિક્ષણ અમે આપીએ છીએ, એમ કહીને કેટલાક લોકો અમારી નિંદા કરે છે. એવાઓને સજા થાય એ વાજબી છે. Viz kapitolaપવિત્ર બાઈબલ8 કેટલાએક લોકો એવો દાવો કરે છે કે આમ કહેવું એ એમ કહેવા બરાબર છે કે, “આપણે અનિષ્ટ કરવું જોઈએ જેથી સારું થાય.” આગમન થાય તે રીતે ખોટા દાવાઓ કરીને લોકો અમારા પર આરોપ મૂકે છે, કે અમે એ રીતે ઉપદેશ આપીએ છીએ કે જે લોકો ખોટા દાવા કરે છે તે ખોટા છે ને દેવે તેમને શિક્ષા કરવી જોઈએ. Viz kapitola |